ગોપનીયતા નીતિPrivacy Policy
છેલ્લે સુધાર્યું: નવેમ્બર 2026
ટૂંકમાં
આ વેબસાઇટ તમારું નામ, ઈમેલ કે ફોન નંબર માગતી નથી. કોઈ એકાઉન્ટ બનાવવાનું હોતું નથી. તમે ઉમેરેલી વાનગીઓ તમારા જ બ્રાઉઝરમાં સેવ થાય છે.
તમારા ડિવાઇસ પર સચવાતી માહિતી
તમે ઉમેરેલી વાનગીઓ, બાકાત કરેલી વાનગીઓ, 'બાળકો માટે' ફિલ્ટર, સાચવેલી પસંદ અને 'રસોઈની નોંધ' (તમે કઈ વાનગી ક્યારે બનાવી) — આ બધું તમારા બ્રાઉઝરના લોકલ સ્ટોરેજમાં જ સચવાય છે. આ માહિતી અમારા સર્વર પર મોકલાતી નથી અને અમે તેને વાંચી શકતા નથી. બ્રાઉઝરનો ડેટા સાફ કરશો કે નોંધના પાના પરથી ભૂંસશો તો તે જતી રહેશે.
મુલાકાતીઓની ગણતરી
મુખ્ય પાના પર કેટલા લોકો ટૂલ વાપરે છે તે બતાવવા માટે એક સાદો કાઉન્ટર ચાલે છે. તે ફક્ત મુલાકાતનો સમય નોંધે છે — કોઈ નામ, IP સરનામું કે અંગત માહિતી સાચવતો નથી. આ કાઉન્ટર Cloudflare પર ચાલે છે.
કૂકીઝ અને જાહેરાતો
આ સાઇટ પોતાની કોઈ ટ્રેકિંગ કૂકી વાપરતી નથી. પણ પાનાં પર Google AdSense દ્વારા જાહેરાતો બતાવાય છે, અને એ સેવાઓ પોતાની કૂકીઝ વાપરે છે — એના પર આ સાઇટનો કોઈ કાબૂ નથી.
- Google સહિત ત્રીજા પક્ષના વેન્ડર આ સાઇટ પર જાહેરાત બતાવવા માટે કૂકીઝ વાપરી શકે છે.
- Google DoubleClick કૂકી વાપરીને તમારી આ અને બીજી વેબસાઇટની મુલાકાતના આધારે જાહેરાત બતાવી શકે છે.
- તમે Google ની જાહેરાત સેટિંગ્સ (www.google.com/settings/ads) પર જઈને વ્યક્તિગત જાહેરાતો બંધ કરી શકો છો.
- www.aboutads.info પર જઈને બીજા વેન્ડરની કૂકીઝ પણ બંધ કરી શકાય છે.
- તમે યુકે કે યુરોપિયન ઈકોનોમિક એરિયામાં હો, તો વ્યક્તિગત જાહેરાતોની કૂકીઝ મૂકતાં પહેલાં Google પોતાના સંદેશા દ્વારા તમારી સંમતિ માગે છે. એ સંદેશો દેખાય ત્યારે તમારો જવાબ બદલી શકાય છે, અને ઉપર આપેલી બંને ઓપ્ટ-આઉટ લિંક તો ગમે ત્યાંથી કામ કરે છે.
Amazon એફિલિએટ લિંક
કેટલાંક રેસીપી પાનાં પર સામગ્રી ખરીદવા માટે Amazon ની લિંક આપેલી છે. Amazon Associates કાર્યક્રમ હેઠળ, એ લિંક પરથી કોઈ ખરીદી કરે તો આ સાઇટને થોડું કમિશન મળે છે. ખરીદનારને એક પણ રૂપિયો વધારે લાગતો નથી, અને કઈ વસ્તુ સૂચવવી એ નક્કી કરવામાં કમિશનની કોઈ અસર હોતી નથી.
ત્રીજા પક્ષની સેવાઓ
- Cloudflare — વેબસાઇટ હોસ્ટિંગ અને સુરક્ષા
- Google Fonts — પાના પરના ફોન્ટ
- YouTube — રેસીપી વીડિયો શોધવાની લિંક (તમે લિંક દબાવો ત્યારે જ ખૂલે છે)
- Google AdSense — પાનાં પરની જાહેરાતો
બાળકો
આ સાઇટ બાળકો માટે ખાસ બનાવેલી નથી અને 13 વર્ષથી નાનાં બાળકો પાસેથી જાણીજોઈને કોઈ માહિતી એકઠી કરતી નથી.
ફેરફાર
આ નીતિમાં ફેરફાર થાય તો આ જ પાના પર તારીખ સાથે મૂકવામાં આવશે.
સંપર્ક
કોઈ પ્રશ્ન હોય તો ઈમેલ કરો: panchalprashant115@gmail.com